આજે આંતરરાષ્ટ્રીય મહિલા દિવસના ઉપક્રમે શહેરની હોટેલ કોર્ટયાર્ડ બાય મેરિયોટ્ટ ખાતે હોટેલની મહિલાઓ માટે કેટલીક વિશેષ પ્રવૃતિનું આયોજન કરવામાં આવ્યું હતું. તેમાં ક્રાઈમ બ્રાંચના એ.સી.પી કાનન દેસાઈને મહિલાઓને સ્વસુરક્ષાના પાઠ શીખવ્યા હતા. અને એ દરમ્યાન કાનન દેસાઈએ એ બાબત પર ભાર મૂક્યો હતો કે યુવતીઓએ પોતાની સુરક્ષા માટે પોતે જ સજાગ રહેવું જ જોઈએ.
મેરિયોટ્ટ ખાતે સ્ટાફની મહિલાઓને સ્વસુરક્ષા ઉપરાંત ગ્રુમિંગ સેશન પણ એન્જોય કર્યું હતું. વિવિધ સ્થળે મહિલાઓને પોતાની જાતને કેવી રીતે રજૂ કરવી તે વિશે પણ માહિતી આપવામાં આવી હતી.
સ્ત્રીઓએ સ્વબચાવ તેમ જ સ્વરક્ષણની તાલીમ લેવી જોઈએ તેમજ માતા પિતાએ પોતાની દીકરીઓને આ બાબતે પ્રોત્સાહન આપવું જોઈએ તે અંગે વાત કરતા એસીપી કાનન દેસાઈએ જણાવ્યું હતું કે આજના જમાનામાં દીકરીઓને રસોઈ, અભ્યાસ અને અન્ય બાબતોમાં નિષ્ણાંત બનાવવાની સાથે તેને સ્વસુરક્ષાની બાબતમાં પણ આત્મનિર્ભર બનાવવી જોઈએ. એ માટે નાનપણથી જ દીકરીને કરાટે, જૂડો જેવી તાલીમ આપવી જોઈએ.
તેમણે વિશેષમાં ઉમેર્યું હતું કે દીકરીઓ પણ અમુક મુસીબતો પોતાની જાતે જ ટાળી શકે છે. યુવતીઓ જ્યાં પણ જાય છે ત્યાં કેવો માહોલ છે, કેવા લોકો છે, કઈ રીતની પરિસ્થિતિ છે. આવી ઘણી બધી બાબતોને ધ્યાનમાં રાખીને પૂરતી તપાસ કરીને પછી જ આગળ વધવું જોઈએ.
ઉલ્લેખનીય છેકે પોલીસ દ્રારા આ પ્રથમવાર કોઈ કોર્પોરેટ સંસ્થા માટે તાલીમનું આયોજન થયુ હતું. મેરયોટ્ટ ખાતે ઉત્સાહભેર આ દિવસની ઉજવણી કરવાનું આયોજન કરવા વિશે કોર્ટયારડ મેરિયોટ્ટના જનરલ મેનેજર ગૌરવ સિંઘે જણાવ્યું હતું કે મેરિયોટ્ટ તેની આ લાક્ષણિક્તાઓને કારણે વિશેષ બની રહે છે અને આજે અમારા મહિલા કર્મચારીઓ માટે રેડ ડ્રેસ કોર્ડ રાખીને તેમના માટે આનંદદાયક પ્રવૃતિઓનું આયોનજ કર્યું છે. અમે અમારા મહિલા કર્મચારીઓ માટે વિશેષ એવોર્ડ તેમજ ગિફ્ટનું આયોજન કર્યું છે તે ઉપરાંત બધા માટે જાવા પ્લસ કોફી શોપમાં ડીનરનું પણ આયોજન કરવામાં આવ્યું છે.
વિશેષ માહિતી આપતા ગૌરવ સિંઘે ઉમેર્યં હતું કે કંપનીમાં આ રીતે ઉજવણી કરીને અમે અમારી મહિલા કર્મચારીઓને વિશેષ દરજ્જો આપ્યો છે. અને તેઓ પણ ઉત્સાહથી આ કાર્યક્રમમાં સહભાગી થયા છે.
MP/RP
Reader's Feedback: