Home» Politics» Gujarat Politics» Aap declared candidate for baroda loksabha seat

વડોદરામાં મોદી સામે આમ આદમી પાર્ટીના ઉમેદવાર જાહેર

જીજીએન ટીમ દ્રારા | April 08, 2014, 04:43 PM IST

વડોદરા :

આમ આદમી પાર્ટીએ વડોદરામાં ભાજપના વડાપ્રધાનપદના ઉમેદવાર નરેન્દ્ર મોદી સામે ઉમેદવાર ઉતારવાની જાહેરાત કરી છે.આમ આદમી પાર્ટીએ બાંધકામના વ્યવસાય સાથે સંકળાયેલા સુનિલ કુલકર્ણીને વડોદરામાંથી ટિકિટ આપી છે.


જોકે આશ્ચર્યની વાત એછે કે પાર્ટીએ જાહેરાત કરી ત્યારે પણ વડોદરામાં તો આમ આદમી પાર્ટીના કાર્યકરો અંધારામાં જ રહ્યા હતા.ખુદ આમ આદમી પાર્ટીના વડોદરાના સંયોજકને પણ આ બાબતની જાણ ન હતી.તેમણે એક વાતચીતમાં કહ્યુ હતુ કે મને મીડીયા દ્વારા અને મારા સાથી કાર્યકર્તાઓ દ્વારા આ વાતની ખબર પડી છે.


એવી પણ વિગતો જાણવા મળી છે કે આમ આદમી પાર્ટીમાંથી ઉમેદવારી કરવા માટે 20 જેટલા કાર્યકરોએ ઓનલાઈન એપ્લીકેશન કરી હતી પરંતુ તેમાંથી કોઈની પસંદગી કરવામાં નથી આવી પણ પાછળથી ઓનલાઈન એપ્લીકેશન કરનારાઓમાંથી એક ઉમેદવાર સુનિલ કુલકર્ણીને ટીકીટ આપવામાં આવી છે.
 

MP/RP

Reader's Feedback:

blog comments powered by Disqus

Today Cartoon

GGN Voice
 
Radisson

Opinion Poll

 
અરવિંદ કેજરીવાલ વારાણસીમાં મોદી સામે જીતી શકશે ?
હાં. જીતી જશે 78.92 %
નાં. હારી જશે. 20.44 %
કહીં ન શકાય. 0.64 %