Home» Entertainment» TV» Aamir khan to highlight importance of voting in last satyamev jayate 2 episode

સત્યમેવ જયતે-2માં આમિર મતદારોને મતનો મહિમા સમજાવશે

એજન્સી | March 29, 2014, 06:35 PM IST

મુંબઈ :
મિસ્ટર પરફેકનિસ્ટ આમિરખાન સત્યમેવ જયતે-2ના અંતિમ એપિસોડમાં મતદારોને મતનો મહિમા સમજાવતો નજરે પડશે. સૂત્રોએ જણાવ્યું હતું કે આ પહેલાં કાર્યક્રમના નિર્માતા કાર્યક્રમના વિષય અંગે માહિતી આપતા નહોતા. આ વખતે કાર્યક્રમના નિર્માતાએ નિર્ણ કર્યો છે કે તેઓ પોતાની રણનીતિમાં ફેરફાર કરીને કાર્યક્રમના અંકમાં લોકોને બતાવશે કે આગામી ચૂંટણીને જોતા ખૂબ મહત્ત્વપૂર્ણ છે.
 
આમિરના પ્રવક્તાએ એક યાદીમાં જણાવ્યું હતું કે, અમે સત્યમેવ જયતેના વિષય અંગેનો ખુલાસો કરવાનો નિર્ણય કર્યો છે. કારણકે અમે ઈચ્છીએ છીએ કે વર્તમાન રાજકીય પરિસ્થિતિમાં મહત્તમ યુવા ભાગીદાર બને.
 
આમિર મતદાનના મહત્ત્વ અંગે જાગ્રુતિ લાવવા માંગે છે અને તે ઈચ્છે છે કે વધુને વધુ દર્શકો વર્તમાન રાજકીય માહોલ અંગે જાણે. કાર્યક્રમમાં લોકોને મતાધિકારનો ઉપયોગ કરતાં પહેલાં વિવિધ પાસાઓ અંગે માર્ગદર્શન આપવામાં આવશે.
 
MP

Reader's Feedback:

blog comments powered by Disqus

Today Cartoon

GGN Voice
 
Radisson

Opinion Poll

 
અરવિંદ કેજરીવાલ વારાણસીમાં મોદી સામે જીતી શકશે ?
હાં. જીતી જશે 80.92 %
નાં. હારી જશે. 18.61 %
કહીં ન શકાય. 0.47 %