જામનગરમાં થોડા સમય પહેલા યુવાને તૈયાર કરેલી ૮૬ ફુટ અને ૩ ઈંચ લાંબી બાઈક બનાવીને ગીનીશબુક ઓફ વર્લ્ડ રેકોર્ડમાં સ્થાન મેળવવા માટે નામ નોધાવ્યું હતું. જેમાં વર્લ્ડ રેકોર્ડમાં જામનગરને વધુ એક સિધ્ધી મળી છે. જામનગરનું નામ થોડા સમય પહેલા જામનગર ખાતે વિશ્વની લાંબી બાઈક (મોટર સાયકલ)બનાવીને વિશ્વભરમાં જામનગરનું નામ રોશન કરનાર ભરતસિંહ પરમાર અને તેની ટીમ દ્વારા સૌ પ્રથમ ર૯ ફુટ, ૪૦ ફુટ, પ૪ ફુટ અને અંતિમ પ્રયાસે ૮૬ ફુટ અને ૩ ઈંચ જેવી અધધ લાંબી બાઈક બનાવવામાં આવેલ હતી. ૧૮ મહિનાથી પણ વધુનો સમય લાગેલ હતો. અને જામનગરના રસ્તા પર દોડતી કરેલ અને સાથોસાથ સેવ ટ્રી, સેવ વોટર, સેવ ઈલેકટ્રીસીટી જેવા વિવિધ બેનર લગાડીને લોક જાગૃતિ માટેના પ્રયત્ન કરેલ હતાં. તે પ૪ ફુટ બાઈક દ્વારા ભારત ખાતેનો રેકોર્ડ કાયમ કરેલ હતો. અને ર૬ જાન્યું.ર૦૧૩ના દિવસે પરેડ ગ્રાઉન્ડ બહાર શરૃ સેક્સન રોડ પર બાઈકને રાષ્ટ્રધ્વજ લહેરાવીને ચલાવવામાં આવેલ હતી. તે રોકોર્ડ સેન્ટર અમેરીકામાં રેકોર્ડ નોંધાવેલ છે.
આ ટીમ દ્વારા બનાવેલ બાઈક ગીનીસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડ સેન્ટર અમેરીકા તેમજ લીમકા બુક ઓફ વર્લ્ડ રેકોર્ડમાં સ્થાન પામેલ છે. આ બાઈકની મેઈન ફેમની સાથે એટલે કે મેઈન ચેસીસથી લઈને કુલ લંબાઈ એટલે કે ૮૬ ફુટ ૩ ઈંચ સુધીની હતી. જે ફકત બે વ્હીલ પર દોડાવવામાં આવેલ હતી. અને બાઈકને એકસ્ટ્રા ગેરબોક્સ મુકીને પોપ્યુલર સાફટ સીસ્ટમથી ચલાવવામાં આવી હતી. આ બાઈકને પંદરથી વધુ વખત અલગ-અલગ ટેસ્ટ ડ્રાઈવ લેવામાં આવેલ હતી અને ચાર વખત આ બાઈકનું વિડિયો રેર્કોિડગ તેમજ ફોટોગ્રાફી વીટનેશને સાથે રાખીને કમ્પલીટ કરીને ગીનીસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડના નિયમ મુજબ બનાવવામાં આવી હતી. આ રેકોર્ડ પહેલા વિદેશના કુલીંગ ફ્રુઝીંગએ ૭ર ફુટ ર ઈંચનો વર્લ્ડ રેકોર્ડ નોંધાવેલો હતો. તે રેકોર્ડને તોડવા માટે જામનગરના ભરતસિંહ પરમાર દ્વારા ૮૬.૩ ફુટ લાંબી બાઈક બનાવી ફરીથી વિશ્વ વિક્રમ તોડવામાં આવ્યો છે.
JJ/RP
Reader's Feedback: