Home» Travel -Tourism» National Tourism» 55 day amarnath yatra to begin from june 28

અમરનાથ યાત્રાનો 28 જૂનથી પ્રારંભ

IANS | February 01, 2013, 05:23 PM IST

જમ્મૂ : શ્રી અમરનાથ શ્રાઈન બોર્ડે ઘોષણા કરી છે કે પવિત્ર અમરનાથ યાત્રાનો આ વર્ષે 28મી જૂને પ્રારંભ થશે.

બોર્ડના નિવેદનમાં જણાવાયુ છે કે આ પવિત્ર યાત્રાનો પ્રારંભ 28 જૂને થશે અને તે રક્ષાબંધનના દિવસે 21 ઓગસ્ટે સમાપ્ત થશે. આ નિર્ણય બોર્ડના અધ્યક્ષ જમ્મૂ-કાશ્મીરના રાજ્યપાલ એન એન વોહરાની અધ્યક્ષતામાં યોજાયેલી બેઠકમાં લેવામાં આવ્યો હતો.

મેડીકલ ફિટનેસ સર્ટીફિકેટ ફરજિયાત

હવે અમરનાથની પવિત્ર યાત્રા માટે પણ યાત્રિકોએ મેડિકલ ફિટનેસ સર્ટિફિકેટ મેળવવુ પડશે. સરકારી હોસ્પિટલોમાં જે તે યાત્રિકોની તબિબિ-શારીરિક ક્ષમતા બાદ જ આ સર્ટિફિકેટ અપાશે.

આ વર્ષથી અમરનાથની યાત્રા માટે ગુજરાતનાં યાત્રિકોએ ફરજીયાતપણે મેડિકલ પ્રમાણપત્ર લેવુ પડશે. અત્યંત ઉંચાઇ પર આ પવિત્ર ગુફા આવેલી છે. અને અમરનાથ યાત્રા વખતે કાશ્મીરનાં હવામાનમાં થતા ફેરફારોથી ગુજરાતનાં યાત્રિકો સુમાહિતગાર કે યોગ્ય શારીરિક ક્ષમતા ધરાવતા ન હોય તો તેઓ વાતાવરણનો ભોગ બને છે. અને ઘણીવાર મૃત્યુ પણ નિપજે છે. તેમણે કહ્યુ કે સુપ્રીમ કોર્ટે પણ તાજેતરમાં એવો નિર્દેશ કર્યો છે કે ઉંચાઇ પર આવેલ આ યાત્રા માટે જતા યાત્રિકોની શારીરિક ક્ષમતાની ચકાસણી કર્યા બાદ જ તેમને અનુમતી આપવી જોઇએ. યાત્રિકો ત્યા જાય છે તેમાં ઘણી વાર શ્વાસની બિમારી, અસ્થમાં કે હદયની બિમારી અને અત્યંત ઠંડા વાતાવરણને કારણે ગુજરાતનાં યાત્રિકો ભોગ બનતા હોય છે.


JD / YS

Reader's Feedback:

blog comments powered by Disqus

Today Cartoon

GGN Voice
 
Radisson

Opinion Poll

 
અરવિંદ કેજરીવાલ વારાણસીમાં મોદી સામે જીતી શકશે ?
હાં. જીતી જશે 80.92 %
નાં. હારી જશે. 18.61 %
કહીં ન શકાય. 0.47 %