Home» Business» Commerce Services» 13 women in gcci hall of fame

ચેમ્બરની વુમન્સ વિંગ દ્વારા મહિલાઓને સ્વયંસિદ્ધા અવોર્ડ

Manasi Patel | July 06, 2013, 02:14 PM IST

અમદાવાદ : ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીની વિમેન વિંગ દ્વારા ગુજરાતની તથા ગુજરાત બહારની મહિલા ઉદ્યોગ સાહસિકોને સન્માનિત કરવા સ્વંયસિદ્ધા એવોર્ડનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં જુદી જુદી પાંચેક કેટેગરીમાં એવી મહિલાઓને એવોર્ડ અપાયા હતા જેમણે સાહસથી નવો ચીલો ચાતરીને પોતાની એક વિશેષ ઓળખ બનાવી હોય. મહિલા ઉદ્યમીઓને સન્માનવાની સાથેસાથે  વુમન્સ વિંગ દ્વારા ઉત્તરાખંડમાં બજાવેલી કપરી કામગીરી માટે આર્મ ફોર્સીસનું પણ સન્માન કરવામાં આવ્યું હતું. વિમેન્સ વિંગના ચેરપર્સન મીના કાવ્યાએ વેસ્ટ ઝોનના ચીફ એર માર્શલ દલજીત સિંઘને એક સન્માનપત્ર આપીને તેમના માટે આભારની લાગણી પ્રગટ કરી હતી.

જીસીસીઆઇની વુમન્સ વિંગ દ્વારા મેન્યુફેકચરિંગ, યૂથ આઇકોન અવોર્ડ, સ્પેશિયલ એચિવમેન્ટ એવોર્ડ,  બેસ્ટ સર્વિસ એવોર્ડ જેવી જુદી જુદી કેટેગરીમાં એવોર્ડ અપાયા હતા. ઉલ્લેખનીય છે કે અવોર્ડ વિજેતા સ્ત્રીઓ પોતાની શારિરીક ખામીઓને અવગણીને મક્કમ પગલે આગળ વધી હતી અને આ મુકામે પહોંચી હતી.

સમારંભમાં હાજર રહેલા લેખિકા એસ્થર ડેવિડ તથા ચિફ એર માર્શલ દલજીત સિંઘ અને ડો. પ્રો.   અનિલ ગુપ્તાના પ્રવચનોમાં એક સૂર વ્યક્ત થયો હતો કે સ્ત્રી ધારે તો દરેક બાબતને શક્ય કરી બતાવે છે. ચિફ એર માર્શલ દલજીત સિંઘે જણાવ્યું હતું કે, સૈન્યમાં પણ વિકેટ પરિસ્થિતિ હોય ત્યારે સ્ત્રીઓ બહુ સરળતાથી અમારી સાથે ખભેથી ખભા મિલાવીને કામ કરે છે. એ જેવી તેવી વાત નથી. તો પ્રોફેસર અનિલ ગુપ્તાએ સ્ત્રીઓની વિશેષતાનો ઉલ્લેખ કરતા કહ્યું કે કોઈ બે સ્ત્રીને તે એક જ વસ્તુ બનાવવાની કહેશો તો એ ક્યારેય સરખથી નહીં હોય, સ્ત્રીઓ જાતે જ કંઇક નવી ક્રિએટિવિટી કરી બતાવતી હોય છે. આ દરેક સ્ત્રીની વિશેષતા છે કે તેનામાં સર્જનાત્મકતા તો ભરપૂર ભરેલી છે .

રૂરલ સેક્ટરમાં એવોર્ડ જિતેલા સુરેન્દ્ર નગર પાટડીના મીના દેસાઇએ 'જીજીએન'ને તેમના સંઘર્ષ અંગે જણાવ્યું હતું કે, ''મારું ઘરતી પાઉન્ડેશન આજે ઓછામાં ઓછી 2500-3000 બહેનોને રોજગારી આપે છે. મેં 50 રૂપિયાની બચતથી શરૂઆત કરી હતી. ધીરે ધીરે અમારું કામ વધતું ગયું. પછી અમે પ0,000ની લોન લીધી અને આગળ વધ્યા તો આજે આ તબક્કે પહોંચ્યા છીએ જેનો અમને આનંદ છે.''

યૂથ આઇકોનનો એવોર્ડ જિતેલા અમદાવાદના ઉર્વી ચૌહાણે પોતાની લાગણીઓ 'જીજીએન' સાથે વહેંચતા કહ્યું કે, ''હું અર્થશાસ્ત્ર સાથે પાસઆઉટ થયેલી છું. હું ભણવામાં તો પહેલેથી રેન્કર જ હતી પણ સાથે સાથે મારામા ફેશન સેન્સ પણ ગોડ ગિફ્ટ હતી. હું જે ડ્રેસીસ બનાવતી તેને બધા જ વખાણતા એટલે ધીરે ધીરે મેં એપ્લિક, પેચવર્ક, ખાટવર્કનું કામ શરૂ કર્યું. પછી તો ડિજાઇનર બુટીકની શરૂઆત થઈ આરીતે હું આઘળ વધતી ગઈ અને એવિએશનના યુનિફોર્મ, અરોપોર્ટ યુનિફોર્મ ઉપરાંત જુદી જુદી સિરિયલ્સમાં કોશ્ચયુમ ડિઝાઇન પણ કર્યા છે.''

સ્પેશિયલ  એપ્રિશિયેશનનો એવોર્ડ મેળવનાર સુરતના બંદના ભટ્ટાચાર્યે પોતાન કામ અંગે જણાવ્યું હતું કે, "20 વર્ષ પહેલા જ્યારે સુરતની ઓળખ સિલ્ક સિટીની ન હતી ત્યારે તેમણે ફેશનની દુનિયામાં પગરણ માંડ્યા હતા.  આજે તો ઘણા બધા તેની પાસે ફેશન ડિઝાઇનિંગ શીકવા આવે છે અનેરોજગારી રળે છે. વલી આજે તો ફેશન ઇન્ડસ્ટ્રી સૌથી ઝડપી વિકાસ કરતી ઇન્ડસ્ટ્રી બની ગઈ છે એટલે ઘણી તકો વધી છે."

જુદા જુદા અવોર્ડ જિતેલી મહિલા ઉદ્યોગ સાહસિકો

  મેન્યુફેક્ચરિંગ - મધુ સુતોલ્યા આસામ,

  ભારતી શાહ -સુરત

  સર્વિસ સેક્ટર- ધરા ગોહેલ કે એન્ડ ડી કમ્યુનિકેશન

  ટ્રેડિંગ સેક્ટર -ડોલી અને સેજલ લાખાણી

  યૂથ આઇકોન- રાખી શાહ, ઉર્વી ચૌહાણ

  રૂરલ - મીના દેસાઈ, સુરેન્દ્વનગર

  સ્પેશિયલ અચિવમેન્ટ અવોર્ડ- બંદના ભટ્ટાચાર્ય -સુરત

  ભાવના મહેતા -અમદાવાદ

  લાઇફ ટાઇમ અચિવમેન્ટ એવોર્ડ- સુશીલા મહેતા

  સ્પેશિયલ અચિવમેન્ટ એવોર્ડ -ઉલ્લાસ ઝવેરી

MP/DT
Manasi Patel

Manasi Patel

( માનસી પટેલ જીજીએન ટીમના સભ્ય અને સબ એડિટર છે. તેઓ નવા હિન્દી ફિલ્મી મ્યુઝીક વિષે લખે છે. )

More...

Reader's Feedback:

blog comments powered by Disqus

Today Cartoon

GGN Voice
 
Radisson

Opinion Poll

 
અરવિંદ કેજરીવાલ વારાણસીમાં મોદી સામે જીતી શકશે ?
હાં. જીતી જશે 80.92 %
નાં. હારી જશે. 18.61 %
કહીં ન શકાય. 0.47 %