Home» India» Security» 10 women drown as boat capsizes in bisalpur dam

રાજસ્થાનમાં હોડી ઉંધી વળી જતાં 11નાં મોત

એજન્સી | March 21, 2014, 04:34 PM IST

જયપુર :
રાજસ્થાનના ટોંક જિલ્લામાં વિલાસપુર બંધમાં શુક્રવારના રોજ એક હોડી પલટી જતાં 11 મહિલાઓના મોત થયા છે. જ્યારે છ લોકો હજી પણ ગુમ છે. મૃતકોની સંખ્યા વધવાની શંકા પણ વ્યક્ત કરવામાં આવી રહી છે.
 
કાસિર-નેગડિયા ગામની વચ્ચે આ ઘટના બની હતી. એવું કહેવાય છે કે હોડીમાં કુલ 21 લોકો સવાર હતા. એક માહિતી પ્રમાણે સવારે 10 વાગે લગભગ 17 મહિલાઓ હોડીમાં બેસીને મજૂરી કામ માટે જઈ રહી હતી. આ દરમિયાન કાસિર-નેગિડયા ગામ વચ્ચે હોડી પલટી જતાં આ દુર્ઘટના સર્જાઈ હતી.
 
હોડીમાં આશરે 20 મહિલાઓ તથા હોડી ચાલક સવારી કરી રહ્યા હતા. ગ્રામજનોની મદદથી અત્યાર સુધીમાં 11 મહિલાઓના મૃતદેહ બહાર કાઢવામાં આવ્યા છે. ચાર મહિલાઓ તથા હોડીચાલક તરીને કિનારા સુધી આવ્યા હતા. હોડીચાલકને સ્થાનિક હોસ્પિટલમાં લાવીને પૂછપરછ કરવામાં આવી રહી છે. બાકીના લોકોની પૂછપરછ ચાલી રહી છે.
 
MP

Reader's Feedback:

blog comments powered by Disqus

Today Cartoon

GGN Voice
 
Radisson

Opinion Poll

 
અરવિંદ કેજરીવાલ વારાણસીમાં મોદી સામે જીતી શકશે ?
હાં. જીતી જશે 79.00 %
નાં. હારી જશે. 20.36 %
કહીં ન શકાય. 0.64 %