Home» India» India Politics» Modi magic in ipl match at motera ahmedabad

અમદાવાદમાં IPL મેચ દરમિયાન મોટેરામાં મોદીનો જાદુ છવાયો

એજન્સી | May 05, 2014, 06:33 PM IST

અમદાવાદ :
ગુજરાત ક્રિકેટ એસોસીએશનના અધ્યક્ષ અને ભાજપના પ્રધાનમંત્રી પદના ઉમેદવાર નરેન્દ્ર મોદીનો જાદુ અમદાવાદના મોટેરા સ્થિત સરદાર વલ્લભભાઈ પટેલ સ્ટેડિયમમાં આજે રમાયેલી કોલકતા નાઈટ રાઈડર અને રાજસ્થાન રોયલ્સની મેચ દરમિયાન પણ જોવા મળ્યો હતો. ચૂંટણી પ્રચારમાં વ્યસ્ત મોદી સ્ટેડિયમમાં હાજર ન હોવા છતાં પણ તેમનો કરિશ્મા સ્પષ્ટ દેખાતો હતો.
 
સ્ટેડિયમમાં મેચ જોવા આવેલા મોટાભાગના પ્રેક્ષકોએ બંને ટીમના ઝંડા કરતા મોદી ફોર પીએમ લખેલી ભગવા રંગની ટોપીઓ ખરીદવામાં વધારે રસ દાખવ્યો હતો. આવી ટોપી પહેરીને સ્ટેડિયમમાં પ્રવેશતા લોકો સૌ કોઈનું આકર્ષણનું કેન્દ્ર બન્યા હતા. સ્ટેડિયમ તરફ આવતા દરેક રસ્તાઓ પર આવી ટોપી પહેરીને ઉભેલા યુવાઓનું પ્રમાણ વિશેષ હતું.
 
મોદી યૂથ બ્રિગેડ સાથે જોડાયેલા એક યુવકે દાવો કર્યો હતો કે, તે અને તેમના મિત્રો રમત અને રાજનીતિ સાથે ઘાલમેલ કરી રહ્યા નથી, પરંતુ આપણા નેતાનું અન્ય ક્ષેત્રોની સાથે રમત પર પણ વિશ્વાસ જગાવી રહ્યો છે. જો મોદી પીએમ બનશે તો ક્રિકેટ અને દેશ બંનેનું ભલું હશે. ઉલ્લેખનીય છે કે અમદાવાદમાં આઈપીએલની કુલ ચાર મેચો રમાનાર છે તેમાં મોદીનો જાદુ સ્પષ્ટ વર્તાશે તેમાં શંકા નથી.
 
MP

Reader's Feedback:

blog comments powered by Disqus

Today Cartoon

GGN Voice
 
Radisson

Opinion Poll

 
અરવિંદ કેજરીવાલ વારાણસીમાં મોદી સામે જીતી શકશે ?
હાં. જીતી જશે 78.49 %
નાં. હારી જશે. 20.87 %
કહીં ન શકાય. 0.63 %