|
સામગ્રી
|
|
| 20 કળી | લસણ |
| 2 કપ | બાસમતી ચોખા |
| 4 | લીલાં મરચાં |
| 3 | સૂકાં લાલ મરચાં |
| 1 ટે.સ્પૂન | આખા ધાણા |
| ½ ટી.સ્પૂન | જીરૂ |
| 1 | તમાલપત્ર |
| 10 | કાજુ |
| 7-8 દાણા | સિંગ |
| 7-8 | કિશમિશ |
| 50 ગ્રામ | લીલું લસણ ઝીણું સમારેલું |
| 100 ગ્રામ | કોથમીર ઝીણી સમારેલી |
| 2 ચમચી | ઘી |
| મીઠું સ્વાદમુજબ | |
રીત :
ચોખાને એકાદ કલાક પહેલાં પલાળી દેવાં. ત્યાર બાદ કૂકરમાં પાણીનું યોગ્ય પ્રમાણ મૂકીને ચોખા મૂકી ભાત બનાવી લેવા.
ચોખા ચઢતા હોય તે દરમિયાન તમે લાલ મરચું, જીરૂ તથા આખા ધાણાની પેસ્ટ બનાવી લો. પેસ્ટ બનાવવા માટે તેમાં થોડુંક પાણી નાખવું.
કડાઇમાં જરૂર મુજબનુ ઘી મૂકીને તમાલપત્ર તથા લીલાં મરચાં નાખવા. ત્યાર બાદ મરચા તથા આખા ધાણાની પેસ્ટને ઘીમાં થોડી વાર સાંતળો.
પેસ્ટ સંતળાઈ જાય ત્યાર બાદ લસણની કળીઓ ઘીમાં સાંતળવી(લસણની કળીઓ તમે આખી પણ રાખી શકો અથવા તો ઝીણી ઝીણી સમારીને પણ નાખી શકો)
બધી જ વસ્તુઓ બરાબર મિક્સ કર્યા બાદ તેમાં ભાત, કાજુ અને કિસમિશ નાખીને બરાબર હલાવી લેવું.
ભાતમાં તમે ચપટીક ગરમ મસાલો પણ ઉમેરી શકો છો. લસણિયો ભાત તૈયાર થઈ જાય એટલે કોથમીર અને લીલું લસણ નાખીને સર્વ કરવો.
MP / YS



















Reader's Feedback: