|
સામગ્રી
|
|
| 3-4 કપ | ચણા |
| 2 | ટી બેગ |
| 2-3 | મધ્યમકદની ડુંગળી |
| 2 ટે.સ્પૂન | આદું લસણની પેસ્ટ |
| 3 | લીલાં મરચાં |
| 1 | ટામેટું |
| ½ ટી.સ્પૂન | લાલ મરચું |
| ½ ટી.સ્પૂન | કાશ્મીરી મરચું |
| 1 ચમચી | ખાંડ |
| 2 કપ | પનીર |
| 1 ચમચી | ગરમ મસાલો |
| મીઠું સ્વાદ મુજબ | |
| 4-5 ટે.સ્પૂન | તેલ |
રીત :
![]() |
ચણાને આખી રાત પાણીમાં ડુબાડીને પલાળી રાખો. બીજા દિવસે તેને કૂકરમાં સપ્રમાણ પાણી રાખીને બાફવા મૂકો. બાફતી વખતે તેમાં ટી બેગ મૂકી દેવી. |
![]() |
ચણા બફાઇ જાય એટલે તેમાંથી પાણી નિતારીને તેને ઠંડા થવા દેવા. |
![]() |
ચણા ઠંડા થતાં હોય તે દરમિયાન ફ્રાઇંગ પેન લઇને તેમાં તેલ ગરમ થવા દેવું. ત્યાર બાદ તેમાં ઝીણી સમારેલી ડુંગળી સાંતળવી. ડુંગળીને ગોલ્ડન બ્રાઉન થવા દેવી. ત્યાર બાદ તેમાં આદું,લસણની પેસ્ટ, લીલાં મરચાં, કાશ્મીરી મરચું, હળદર પાઉડર તથા ખાંડ ઉમેરી દેવી અને એક થી દોઠ મિનિટ સુધી દરેક વસ્તુ બરાબર હલાવીને ધીમી આંચે રાખવી. |
![]() |
ત્યાર બાદ તેમાં ચોરસ સમારેલા પનીરના ટુકડા ઉમેરવા. પનીરના ટુકડાને થોડીવાર માટે શેકાવા દેવા. ત્યાર બાદ તેમાં બાફેલા ચણા ઉમેરી દેવા તથા ત્રણ થી ચાર મિનિટ માટે થવા દેવા. |
![]() |
તમારે પનીર ચણા થોડા રસાવાળા કરવા હોય તો તેમાં અડધો કપ પાણી ઉમેરી દેવું. |
![]() |
છેલ્લે ગરમ મસાલો નાંખીને ગેસ બંધ કરી દેવો. |
![]() |
પનીર ચણા મસાલા જ્યારે સર્વ કરો ત્યારે તેની ઉપર કોથમીર,પનીર ક્યૂબ્સ તથા ડુંગળીની રિંગથી સજાવવા. |
નોંધ - તમે તમારી પસંદગીના કોઈ પણ ચણા લઈ શકો છો.
MP / YS


.png)

















Reader's Feedback: