|
સામગ્રી
|
|
| 1 કપ | સોજી |
| 3 ટે.સ્પૂન | દેશી ઘી |
| ½ કપ | ખાટું દહીં |
| 2 ટી. સ્પૂન | તાજી સમારેલી કોથમીર |
| 2 | લીલાં મરચાં |
| ½ ટી.સ્પૂન | રાઈ |
| ½ ટી.સ્પૂન | જીરું |
| ½ ટી.સ્પૂન | મરી પાઉડર |
| 7-8 | મીઠાં લીમડાનાં પાન |
| 10-12 | કાજુ |
| મીઠું સ્વાદ પ્રમાણે | |
| અડધી ચમચી ખાવાનો સોડા | |
રીત :
![]() |
નોન સ્ટિક પેનમાં 2 ચમચી ઘી ગરમ કરવું. ઘી ગરમ થાય એટલે તેમાં ધીમા તાપે સોજી શેકી લેવો. |
![]() |
સોજી આછા સોનેરી રંગનો થાય ત્યાં સુધી શેકાવા દેવો. |
![]() |
સોજીને બાઉલમાં ઠંડો થવા દો. સોજી ઠંડો થાય એટલે તેમાં દહીં મિક્સ કરો. |
![]() |
તાજી કોથમીર અને મરચું સમારી લેવા. ત્યાર બાદ એક પેનમાં થોડું ઘી ગરમ કરીને તેમાં રાઇ તતડાવી લેવી. રાઇ તતડે એટલે ગેસ બંધ કરીને તેલમાં કાજું સાતળી લેવાં. |
![]() |
પછી તેમાં મીઠો લીમડો નાખીને વઘાર તૈયાર કરી દેવો. |
![]() |
આ વઘારને ઇડલીના મિશ્રણમાં નાંખી દેવો. |
![]() |
ત્યારબાદ ઇડલીના ખીરામાં જરૂર મુજબનું પાણી,મીઠું અને ખાવાનો સોડા નાંખીને ખીરું બરાબર હલાવી લેવું. |
![]() |
ત્યાર બાદ ઇડલીના સ્ટેન્ડમાં તેલ લગાવીને તેમાં ખીરું પાથરી વરાળથી ઇડલી બફાવા દેવી. |
![]() |
ઇડલી તૈયાર થઈ જાય એટલે સ્ટેન્ડમાંથી કાઢીને સાંભાર અથવા તો નાળિયેરની ચટણી સાથે સર્વ કરવી. |
MP / YS


.png)

















Reader's Feedback: