|
સામગ્રી
|
|
| 1 કપ | ઓટ્સ |
| 1 કપ | ઢોંસાનું ખીરું |
| ½ કપ | ફણગાવેલાં કઠોળ |
| 1 | ડુંગળી ઝીણી સમારેલી |
| 3 | મરચાં ઝીણાં સમારેલાં |
| 2 ટે.સ્પૂન | ફુદીનાની ચટણી |
| જરૂર મુજબ ઓલિવ ઓઇલ | |
| કાળા તલ જરૂરિયાત મુજબ | |
| 2 | ટામેટાં ઝીણાં સમારેલાં |
| 4 -5 | પાન લેટયૂસકે કોબીના |
| ½ | લીંબુનો રસ |
| મીઠું સ્વાદ પ્રમાણે | |
રીત :
![]() |
ફણગાવેલાં કઠોળને એક બાઉલમાં ભરીને તેમાં ડુંગળી, લીલાં મરચાં, મીઠું નાખીને બધું બરાબર મિક્સ કરી લેવું. |
![]() |
બીજા બાઉલમાં ઓટ્સ નાંખીને તેમાં મીઠું તથા ઢોંસાનું ખીરું તથા થોડી ફુદીનાની ચટણી ઉમેરીને આ મિશ્રણ બરાબર હલાવી લેવું. |
![]() |
તેમાં જરૂરિયાત મુજબનું જ પાણી ઉમેરીને ઘટ્ટ ખીરું તૈયાર કરવું. હવે નોન સ્ટિક તવી લઇને તેને ધીમી આંચે થોડી ગરમ થવા દેવી |
![]() |
નોન સ્ટિક તવીમાં થોડું ઓલિવ ઓઇલ લઇને કડછીમાં થોડું ખીરું લઇને ગોળ પાથરી દેવું. |
![]() |
તેની ઉપર ફણગાવેલાં કઠોળ, કાળા તલ અને સમારેલાં ટામેટાં ભભરાવવાં અને થોડીવાર ઉત્તપમને શેકાવા દેવા. એકબાજુ શેકાઇ જાય એટલે ઉત્તપમને બીજી બાજુ પણ કરકરા શેકી લેવાં. |
![]() |
બધા જ ઉત્તપમ તૈયાર થઈ જાય એટલે કોબી કે લેટ્યૂસનાં પાનને ઝીણાં સમારી તેમાં ઓલિવ ઓઇલ, મીઠું તથા લીંબું મિક્સ કરીને સલાડ જેવું બનાવી લેવું. |
![]() |
જ્યારે ઓટ્સ ઉત્તપમ સર્વ કરો ત્યારે આ સલાડને ગાર્નિશ કરીને ઓટ્સ ઉત્તપમ સર્વ કરવા. |
નોંધ :
બાળકો માટે તમે નાના બેબી ઓટ્સ ઉત્તપમ પણ બનાવી શકો છો.
કાળાતલ ભાવતા હોય તો જ ભભરાવવા
સિઝન પ્રમાણે તમે લીલી ડુંગળી, ફણસી, ગાજરને પણ ઝીણાં સમારીને ઉપયોગમાં લઇ શકો છો.
MP / YS


.png)

















Reader's Feedback: