માનવી માત્રની એક સામાન્ય ફરિયાદ હોય છે કે મને કોઇ સમજતું જ નથી. કે પછી હું ગમે તેટલું કરું તો પણ મારા નસીબમાં જશ જ નથી.. કોઇ પણ જ્યોતિષી કોઇ પણ વ્યક્તિને આ વાત કહે તો દરેક ને એ સાચી જ લાગવાની. આ એક સામાન્ય સાયકોલોજીકલ ફરિયાદ છે. કદીક એ ફરિયાદ સાચી પણ હોતી હશે. એનો ઇન્કાર નથી.પરંતુ લાખ રૂપિયાનો સવાલ એ છે કે એ પોતે અન્ય વ્યક્તિને સમજવાનો પ્રામાણિક પ્રયત્ન કદી કરે છે ખરો? એ પોતે કોઇને સમજી શકે છે ખરો?
“હું કરું એ સાચું અને બીજા કરે એ ભૂલ,
બીજા બધા પણ હું જ છે
તો પછી જગતમાં કયાં ભૂલ છે?”
ક્યાંક વાંચેલી એક હ્રદયસ્પર્શી વાત યાદ આવે છે.
એક વૃદ્ધ માણસ તેના યુવાન દીકરા સાથે ટ્રેનમાં મુસાફરી કરી રહ્યો હતો. યુવકની ઉમર લગભગ વીસ-બાવીસ વરસની આસપાસ લાગતી હતી. યુવક નાના શિશુના કુતૂહલથી બારીની બહાર જોઇ રહ્યો હતો. તેના ચહેરા પર નાના બાળક જેવી ખુશી ચમકતી હતી. પરમ પ્રસન્નતાથી તે બારીની બહારની દુનિયાને નિહાળતો હતો. ટ્રેન ચાલતી હતી. અને યુવકના ચહેરા પર આશ્વર્ય, મુગ્ધતા અને ખુશીની લહેરખીઓ ઉડાઉડ કરતી હતી.
અચાનક યુવક પિતાનો હાથ પકડીને બહાર દેખાડતા બોલ્યો.
આવડો મોટા યુવક આવી બાલિશ જેવી વાતો કરે? એ સાંભળીને તેમને નવાઇ લાગતી હતી. અને પિતા પણ કેવો મૂરખ છે.. પુત્રની આવી નાદાન જેવી વાતોમાં ખુશ થાય છે. પછી તેમને થયું કે યુવક મેન્ટલી રિટાર્ડેડ છે કે શું?
‘ઓહ.. પપ્પા, જુઓ જુઓ.. આકાશમાં કેટલા બધા પક્ષીઓ ઉડે છે. આ વાદળા તો જુઓ..બાપ રે..કેટલા બધા વાદળાઓ..! અને પપ્પા, આ ઝાડવાઓ તો જાણે ટ્રેનની સાથે દોડે છે. અને પપ્પા, જુઓ સામે પેલું આ તળાવ! એમાં ભેંસો કેવી મોજથી પાણીમાં બેઠી છે. પેલા નાનકડા છોકરાઓ તેમાં કેવા ધૂબાકા મારે છે.
યુવક બારીમાંથી દેખાતી એક એક વસ્તુઓનું નાના બાળકની જેમ રાજી રાજી થઇને વર્ણન કરતો જતો હતો. સામે તેના પિતા પણ એવી જ રીતે પુત્રના આનંદમાં સહભાગી થતા હતા. અને આનંદથી સાદ પૂરાવતાં કહેતા હતાં. “હા..બેટા, બહુ સરસ છે. અને જો આ ઘાસમાં ટચુકડાં પીળા ફૂલો કેવા ખીલ્યા છે.”
આમ બાપ દીકરાની જુગલબંદી ચાલતી હતી. બાપ દીકરા બંને ખુશીથી છલકતા હતા એ સાફ દેખાઇ આવતું હતું.
ટ્રેનમાં તેમની સામેની સીટ પર એક કપલ બેઠું હતું. બાપ દીકરાની આ બધી વાતો તેમને મૂર્ખામી જેવી લાગતી હતી. આવડો મોટા યુવક આવી બાલિશ જેવી વાતો કરે? એ સાંભળીને તેમને નવાઇ લાગતી હતી. અને પિતા પણ કેવો મૂરખ છે.. પુત્રની આવી નાદાન જેવી વાતોમાં ખુશ થાય છે. પછી તેમને થયું કે યુવક મેન્ટલી રિટાર્ડેડ છે કે શું?
જેને આંખ, કાન નથી કે જેના હાથ, પગ કોઇ અકસ્માતમાં કપાઇ ચૂક્યા છે એવા લોકોને જોઇએ, એમની પરેશાની, એમને પડતી તકલીફો જોઇએ ત્યારે જ આપણને સમજાઇ શકે કે ઇશ્વરે આપણને કેવુ મોટું વરદાન આપ્યું છે!
તેમણે યુવકના ચહેરા સામે ધ્યાનથી જોયું. પણ ના, એવા કોઇ લક્ષણો તો ન દેખાયા.
હવે તેમનાથી રહેવાયું નહીં. તેમણે પિતાને પૂછયું, “તમારો દીકરો આવડો મોટો છે છતાં આવી સાવ સામાન્ય રોજિંદી વસ્તુઓને જોઇને કેમ આવો ખુશ થાય છે? કોઇ પ્રોબ્લેમ છે?”
પિતા એકાદ ક્ષણ તેની સામે જોઇ રહ્યા.પછી ધીમેથી જવાબ આપ્યો, “હા,તમારી વાત સાચી છે .આપણે માટે આ બધી રોજિંદી ..સાવ સામાન્ય વસ્તુઓ છે. પણ તેને માટે આ વસ્તુઓ સામાન્ય નથી. કેમકે તે જિદગીમાં આજે પહેલીવાર આ સુંદર દુનિયા જોઇ રહ્યો છે. કમનસીબે તે જન્મથી અંધ હતો. થોડા દિવસ પહેલાં જ તેનું ઓપરેશન થયું છે. અને આજે જ તેને દ્રષ્ટિ મળી છે. અને તે પહેલીવાર ખુલ્લી આંખે ટ્રેનમાં બેઠો છે. એટલે તેને માટે આખી દુનિયા નવી છે. તેથી સ્વાભાવિક રીતે તેને એક બાળક જેવું જ વિસ્મય થાય. અને એથી જ હું તેની દરેક વાતમાં આનંદથી સાથ આપું છું.”
સાચી હકીકત જાણી કપલની આંખો ભીની બની ઉઠી.
જીવનમાં અનેક વાર આવું બનતું હોય છે. આપણે કોઇને સમજ્યા સિવાય..એને જાણ્યા વિના જ મનફાવે તેવા અનુમાનો બાંધી બેસતા હોઇએ છીએ.. અને તેને અન્યાય કરી બેસીએ છીએ. કોઇને સમજવાની કોશિશ જ આપણે નથી કરતા. દરેક વ્યક્તિના વર્તન પાછળ કોઇ ને કોઇ કારણ જરૂર હોય છે. આપણે સહાનુભૂતિથી જોતા શીખીએ, અન્યની દ્રષ્ટિએ વિચારતા શીખી શકીએ તો આપણી પોતાની ઘણી ફરિયાદો આપોઆપ ઓછી થઇ જાય. આમ પણ સમયના શાશ્વત પ્રવાહની સામે આપણું જીવન એક ટચુકડો અંશ માત્ર જ હોય છે જો સાચી રીતે વિચારીએ તો જીવનને કુરૂક્ષેત્ર બનાવવા જેટલો સમય જ આપણી પાસે કયાં હોય છે?
આપણે નિકટના સ્વજનોની કદર કરતા નથી કે એમની સાથે સારી રીતે વર્તતા નથી હોતા..એમને આપણે આસાનીથી ટેઇકન ફોર ગ્રાન્ટેડ લઇ લેતી હોઇએ છીએ. અને પારકા લોકો કે મિત્રો સાથે સાવધાન રહીને સારી રીતે બોલતા હોઇએ છીએ..
આપણને આંખો મળી છે, કાન ,હાથ, પગ દરેક અવયવો મળ્યા છે કદાચ એટલે જ આપણને એની કિંમત નથી સમજાતી. જેને આંખ, કાન નથી કે જેના હાથ, પગ કોઇ અકસ્માતમાં કપાઇ ચૂક્યા છે એવા લોકોને જોઇએ, એમની પરેશાની, એમને પડતી તકલીફો જોઇએ ત્યારે જ આપણને સમજાઇ શકે કે ઇશ્વરે આપણને કેવુ મોટું વરદાન આપ્યું છે! આમ પણ અતિ પરિચય હમેશા અવજ્ઞાને પાત્ર જ બની રહે છે. જે વસ્તુ આપણી પાસે હોય તેની કદર કરવાનુ આપણે ભૂલી જતા હોઇએ છીએ.
સંબંધોમાં પણ અનેકવાર એવું બનતું હોય છે.આપણે નિકટના સ્વજનોની કદર કરતા નથી કે એમની સાથે સારી રીતે વર્તતા નથી હોતા..એમને આપણે આસાનીથી ટેઇકન ફોર ગ્રાન્ટેડ લઇ લેતી હોઇએ છીએ. અને પારકા લોકો કે મિત્રો સાથે સાવધાન રહીને સારી રીતે બોલતા હોઇએ છીએ.. પરંતુ ઘરમાં એવી કોઇ જરૂર નથી જણાતી. એ કેવડી મોટી ભૂલ છે એ કદીક એમની ગેરહાજરીમાં જ આપણને સમજાતું હોય છે.
દોસ્તો, નિકટના સ્વજનોની, ઘરની વ્યક્તિઓની કદર કરતા શીખીશું તો ઘણી ફરિયાદો આપમેળે ઓછી થતી જશે.
ND / KP
(નોંધ – ઉપરોકત વિચારો લેખકના પોતાના છે જીજીએન તેની સાથે સહમત છે એમ માની લેવું નહીં.)



















Reader's Feedback: