સરકારી બેંકો દેશભરમાં 10મી અને 11મી ફેબ્રુઆરી બંધ રહેશે. બેંક કર્મચારીઓના યુનિયન યુએફબીયુ દ્રારા બે દિવસીય હડતાળનું એલાન કરવામાં આવ્યું છે.
સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયાના કર્મચારીઓ પણ આ હડતાળમાં જોડાયેલા છે. જેમાં 50 હજાર શાખાઓના 8 લાખ કર્મચારીઓ હડતાળ પર રહેશે.ઉલ્લેખનીય છેકે બેંક પ્રબંધન દ્રારા 10 ટકા વેતન વધારાની વાત કરવામાં આવી હતી. પરંતુ કર્મચારીઓ દ્રારા ઘણું ઓછું હોવાનું કહેવામાં આવ્યાં હતાં. જેના વિરોધમાં ગત વર્ષે 18મી ડિસેમ્બરે પણ કર્મચારીઓ દ્રારા હડતાળ કરીને વિરોધ પ્રગટ કરવામાં આવ્યો હતો.
ચીફ લેબર કમિશ્નર સામે બેંક પ્રબંધન અને કર્મચારી યુનિયનની બેઠક થઈ હતી. પરંતુ બેંક પ્રબંધન પોતાની વાતોને વળગી રહ્યું. ત્યાર બાદ બેંક કર્મચારીઓ દ્રારા બે દિવસની હડતાળ કરવાની ઘોષણા કરવામાં આવી. પ્રબંધ અને યુનિયનની આ લડાઈમાં ગ્રાહકોને બે દિવસ સુધી અનેક મુશ્કેલીઓનો સામનો કરવો પડશે.
RP



















Reader's Feedback: